Monday, July 09, 2012

Lioness dies due to snake bite in Jasadhar range in Gir East

09-07-2012
Lioness dies due to snake bite in Jasadhar range in Gir East
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lion-dath-for-snak-bit-at-una-3495790.html?OF1=

ગીરમાં સર્પદંશથી સિંહણનું મોત થતાં પ્રાણી પ્રેમીઓ ઉદાસ




ગીર પૂર્વ વન વિભાગના જશાધાર રેન્જમાં સિંહણનું સર્પદંશથી મોત નિપજતા વન્ય પ્રાણી પ્રેમીઓમાં ગમગીની છવાઇ હતી. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ગીર પૂર્વ વન વિભાગનાં જશાધાર રેન્જમાં તુલસીશ્યામ રાઉન્ડનાં મીંઢા બે નંબરનાં વિસ્તારમાં બે દિવસ પૂર્વે વન કર્મચારીઓને ફેરણી દરમિયાન આશરે ૬ થી ૭ વર્ષની સિંહણનો મૃતદેહ નજરે પડ્યો હતો.

આરએફઓ બી.ટી. આહીરને તુરંત જાણ કરી તેમની સૂચનાથી મૃતદેહને એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યો હતો. જ્યાં વેટરનરી તબીબ દ્વારા પીએમ કરવામાં આવતા આ સિંહણનું મોત સર્પ જેવા કોઇ ઝેરી જનાવર કરડવાથી થયું હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતુ. આ મૃતક સિંહણને બચ્ચાં છે કે નહીં તેની શોધખોળ અને તપાસ હાથ ધરવામાં આવી હોવાનું વન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતુ.

સિંહણનાં મોતનાં સમાચારથી વન્ય પ્રાણી પ્રેમીઓમાં ગમગીની છવાઇ હતી. અત્રે નોંધનીય બની રહેશે કે, ચોમાસા દરમિયાન ઝેરી જનાવરો જંગલમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળતા હોય છે અને વન્ય પ્રાણીઓમાં ઝેરી જનાવર કરડવાનાં બનાવો પણ અવાર-નવાર બનતા હોય છે.

No comments:

Previous Posts